Tractor Sahay Yojna 2023

ગુજરાતના ખેડૂતો મબલક પાક લઈ શકે એ માટે ટ્રેકટર ખરીદી સહાય યોજના 2023 જાહેર કરવામાં છે, ખેડુતોને ટ્રેકટર ખરીદીની ખરીદી પર સહાયની યોજનાનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારશ્રીએ સને ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડુત પોર્ટલ પર આ ટ્રેકટર સહાય યોજનાનો લાભ લેવા માટેતા. 13/07/2023 થી તા. 31/07/2023 સુધી આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી શકશે.

ટ્રેકટર સહાય યોજના 2023

યોજનાનું નામ ટ્રેકટર સહાય યોજના 2023
હેઠળ ગુજરાત રાજ્ય સરકાર
વિભાગનું નામ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી કરવાનો પ્રકાર ઓનલાઇન
સત્તાવાર પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/
 છેલ્લી તારીખ 31/07/2023

31 જુલાઈ 2023 સુધી ઓનલાઇન અરજીઓ કરી શકશે

ગુજરાત રાજ્યના ખેડૂતોને ટ્રેકટર ખરીદી ઉપર સહાય યોજનાઓનો લાભ મેળવવા માટે તારીખ 13 જુલાઈ 2023 થી 31 જુલાઈ 2023 સુધી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી શકશે. અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ લઇ જરૂરી સાધનિક કાગળો સહ જિલ્લાના નાયબ/ મદદનીશ બાગાયત નિયામકની કચેરીએ સમય મર્યાદામાં મોકલી આપવા ખેડૂતોને ખેતી નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ટ્રેકટર ખરીદી સહાય યોજનામાં મળવાપાત્ર લાભ

  • તમામ ખેડૂતો માટે ટ્રેકટર ૪૦ પી.ટી.ઓ. હો.પા. સુધી ખર્ચના ૨૫% અથવા રૂ|. ૪૫૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે,
  • તમામ ખેડૂતો માટે ટ્રેકટર ૪૦ પી.ટી.ઓ. હો.પા. થી વધુ અને ૬૦ પી.ટી.ઓ. હો.પા. સુધી ખર્ચના ૨૫% અથવા રૂ|. ૬૦૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે

ટ્રેકટર સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

ગુજરાત સરકાર દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ટ્રેકટર સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.

  1. ખેડૂત ગુજરાત રાજ્યનો અરજદાર હોવો જોઈએ.
  2. લાભાર્થી ખેડૂત હોવો જોઈએ..
  3. ખેડૂતે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી રહેશે.

ટ્રેકટર સહાય યોજનાની ઓનલાઈન અરજી કઈ રીતે કરવી ?

ગુજરાત રાજ્યના ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે. ખેડૂતો આ યોજનાની ઓનલાઈ અરજી ઘરે બેઠા મોબાઈલ / કમ્પ્યુટર દ્વારા પણ કરી શકો છો. તથા તમારા ગામ ની ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર ) તથા CSC Center દ્વારા પણ અરજદાર ખેડૂત અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે ના સ્ટેપ બાય સ્ટેપમાં આપેલ છે.

  • આઈ-ખેડૂત વેબસાઈટ ખોલ્યા બાદ “ખેતીવાડી / પશુપાલન / બાગાયતી / મત્સ્ય પાલન ની યોજનાઓ માટે અરજી કરવા જીલ્લો પસંદ કરો *” પર ક્લિક કરવું.
  • ક્લિક કર્યા પછી તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે.
  • હવે તમને તમામ યોજનાઓનું લિસ્ટ સ્ક્રિન પર જોવા મળશે
  • તમે જે યોજનામાં અરજી કરવા ઇચ્છતા હોવ એના પર ક્લિક કરવાનું રહેશે
  • જેમાં “અરજી કરો” લખેલ આવે તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • નવું વેબ પેજ પછી તમને પૂછવામાં આવશે તમે ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હો કે ના ધરાવતા હો, તો પણ અરજી કરી શકો છો.
  • અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.
  • ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
Updated: July 14, 2023 — 5:06 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *